ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 123.02 મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા એક અઠવાડિયાથી 122 મીટરની આસપાસ સપાટી રહેતી હતી. જોકે ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન શરૂ થતાં ડિસ્ચાર્જનું પાણી નર્મદા ડેમમાં આવ્યું છે. ચોમાસાના આગમન પહેલા જ ડેમની જળસપાટીમાં વધારો થતા રાજ્યની ખેતી અને સિંચાઈ વ્યવસ્થાને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતાં હાલ 6 હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.

- Advertisement -

નર્મદા ડેમમાં 1765 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી હાલ 14,450 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 1765 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે. નર્મદા ડેમની મુખ્ય સપાટી 121.92 મીટરની છે જેનાથી 30 મીટરના ગેટ લાગતા મહત્તમ સપાટી 138.68 મીટર થઇ છે, એટલે નર્મદા બંધને 138.68 મીટર સુધી ભરવામાં આવે છે. પરંતુ હાલ મુખ્ય સપાટી 121.82 ને પાર કરતા ગેટને પાણી હાલ અડી રહ્યું છે. આ ચોમાસા દરમિયાન હવે માત્ર 17 મીટર જેટલો જ ડેમ ભરવાનો બાકી છે. એટલે હાલ નર્મદા ડેમ 75 ટકા જેટલો ભરેલો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  મૃત્યુદર ધીમો પડ્યો, છેલ્લા 24 ક્લાકમાં 20નાં મોત અને નવા 347 કેસો નોંધાયા