દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે

દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસ (World Environment Day) ને ઉજવવા પાછળનો હેતુ છે કે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે. પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. 5 જૂન, 1974ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. વર્લ્ડ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઈ હતી. 1972માં પહેલીવાર પર્યાવરણ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો.

- Advertisement -

લોકડાઉનને કારણે દુનિયાભરમાંથી મોટી માત્રામાં પ્રદૂષણ ઓછું થયું

દર વર્ષે પર્યાવરણ દિવસની એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ઉજવવામાં આવનાર પર્યાવરણ દિવસ ગત વર્ષોથી અલગ છે. આ વર્ષે લોકડાઉનને કારણે દુનિયાભરમાંથી મોટી માત્રામાં પ્રદૂષણ ઓછું થયું છે. ગત વર્ષો સુધી આપણે જ્યાં પર્યાવરણને લઈને વધુ ચિંતામાં રહેતા હતા, ત્યાં આ વર્ષે આ ચિંતા ઓછી થઈ ગઈ છે. તેથી આ વર્ષની પર્યાવરણ થીમ દર વર્ષ કરતા અલગ છે. 

સમગ્ર વિશ્વ રસ્તામાં ઉભેલા ચેલેન્જિસને દૂર કરવાનો રસ્તો કાઢે છે

પર્યાવરણને સુધારવાના હેતુથી આ દિવસ મહત્વપૂર્ણ છે, જેમાં સમગ્ર વિશ્વ રસ્તામાં ઉભેલા ચેલેન્જિસને દૂર કરવાનો રસ્તો કાઢે છે. લોકોમાં પર્યાવરણ જાગૃતતાને જગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વ પર્યાવરણ દિવસ દનિયાનું સૌથી મોટું વાર્ષિક આયોજન છે. તેનો મુખ્ય હેતુ આપણી પ્રકૃતિની રક્ષા કરવા માટે જાગૃતતા વધારવા અને દિવસેને દિવસે વધી રહેલા વિવિધ પર્યાવરણીય સમસ્યાઓને જોવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  રાજકોટ શહેરમાં વધુ બે કેસ નોંધાયા, અત્યાર સુધીનો કુલ આંકડો 78