Monday, January 30, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Monday, January 30, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » ગુજરાત » સુરત » YES બેન્ક સંકટમાં : 50 હજારથી વધુ નહીં ઉપાડી શકો.

YES બેન્ક સંકટમાં : 50 હજારથી વધુ નહીં ઉપાડી શકો.

user by user
06/03/2020
in ગુજરાત
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આર્થિક રીતે પાયમાલ થતાં ડીપોઝીટરોના 2.50 લાખ કરોડ સલવાયા

– મ્યુચ્યુઅલ ફંડો, એનબીએફસી અને નાની બેન્કોને ભારે અસર : બેન્કોમાં ડીપોઝીટો મુકવા ગ્રાહકોમાં અસમંજસ : બેન્કના નાણાં સલામત નથી

ખાતેદારોએ ગભરાવાની જરૂર નથી : આરબીઆઇ

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ આિર્થક રીતે પાયમાલ થઈ ગયેલી ખાનગી બેન્ક યશ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Related posts

પેપર લીક: ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ATSએ 15 શકમંદોની અટકાયત કરી છે

પેપર લીક: ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ATSએ 15 શકમંદોની અટકાયત કરી છે

30/01/2023
પેપર લીકઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક, આજની પરીક્ષા મોકૂફ

પેપર લીકઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક, આજની પરીક્ષા મોકૂફ

29/01/2023

પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.

આરબીઆઈએ એક મહિના માટે યસ બેન્કના ખાતેદારોને ખાતામાંથી ઉપાડ પર રૂ. 50,000ની મર્યાદા નિશ્ચિત કરી દીધી છે. હાલ આ પ્રતિબંધ 5મી માર્ચથી 3જી એપ્રિલ સુધી અમલમાં રહેશે. આરબીઆઈએ ગુરૂવારે રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ ભંગ કરતાં તેના પર વહીવટદારની નિમણૂક કરી દીધી છે.

આરબીઆઈએ બેન્કના થાપણદારો પર ઉપાડની મર્યાદા સહિત આ બેન્કના કારોબાર પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો મુકી દીધા છે.આ સાથે આરબીઆઈએ યસ બેન્કનું નિયંત્રણ ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં નાણાકીય સંસૃથાઓના એક જૂથને સોંપવાની તૈયારી કરી છે.

આરબીઆઈએ મોડી સાંજે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે યશ બેન્કના બોર્ડને તાત્કાલિક અસરથી ભંગ કરી દેવામાં આવે છે અને એસબીઆઈના ભૂતપૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. અગાઉ લગભગ છ મહિના પહેલા રિઝર્વ બેન્કે મોટું કૌભાંડ સામે આવ્યા પછી પીએમસી બેન્કના કિસ્સામાં પણ આ પ્રકારનું પગલું ઉઠાવ્યું હતું. યસ બેંક ઘણા સમયથી ડૂબેલા દેવાંની સમસ્યાનો સામનો કરી ઔરહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરબીઆઈએ સરકાર સાથે ચર્ચા મસલત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. યસ બેન્કનું બોર્ડ છેલ્લા છ મહિનાથી જરૂરી ભંડોળ ઊભું કરવામાં નિષ્ફળ રહેતાં આરબીઆઈએ તેને પણ વિખેરી નાંખ્યું છે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશ્વસનીય પુનર્ગઠન યોજનાના અભાવે અને બેન્કોના થાપણદારોના જાહેરત હિતમાં આરબીઆઈ એવા આકલન પર પહોંચી છે કે સરકાર પાસે વર્ષ 1949ની બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 45 હેઠળ યસ બેન્ક પર નિયંત્રણો લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

નિવેદનમાં જણાવાયું હતું કે બેન્ક મેનેજમેન્ટે એવા સંકેત આપ્યા હતા કે તે વિવિધ રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને તેઓ સફળ થશે તેવી સંભાવના હતી. બેન્ક મૂડી રોકાણની તકો માટે કેટલીક ખાનગી કંપનીઓ સાથે પણ વાટાઘાટો કરી રહી હતી. આ રોકાણકારોએ આરબીઆઈના વરિષ્ઠ અિધકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો:- 

દરમિયાનમાં બેન્ક નિયમિતપણે લિક્વિડિટીનો સામનો કરી રહી હતી. આથી છેવટે આરબીઆઈએ તકેદારીના પગલાંના ભાગરૂપે બેન્ક સામે કાર્યવાહી કરવી પડી હતી.     ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આરબીઆઈએ સહકારી બેન્ક પીએમસી બેન્ક સામે આકરાં પગલાં લીધા પછી યસ બેન્ક સામે પણ આ પ્રકારનાં પગલાં લેવાની તલવાર તોળાઈ રહી હતી. 

… તો 50 હજારથી વધુની રકમ ઉપાડી શકાશે

આરબીઆઈએ યસ બેન્કના ખાતેદારો પર એક મહિના સુધી ખાતામાંથી રૂ. 50 હજારથી વધુના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં ખાતેદારને ખાતામાંથી રૂ. 50,000થી વધુની રકમ ઉપાડવાની મંજૂરી મળશે. ખાતેદાર અથવા વાસ્તવિકરૂપે તેના પર નિર્ભર કોઈ વ્યક્તિ માટે તબીબી ખર્ચ, શૈક્ષણિક ખર્ચ અને લગ્ન તથા અન્ય સમારંભ માટે 50,000થી વધુ રકમ ઉપાડી શકશે.

યસ બેન્કનો શૅર 27 ટકા ઊછળ્યો, એસબીઆઈ 5 ટકા ઘટયો

નાણાંભીડનો સામનો કરી રહેલી યસ બેન્કના શૅરમાં ગુરૂવારે 27 ટકા જેટલો જંગી ઊછાળો જોવા મળ્યો હતો. ખાનગી બેન્કના શૅર 29.40ના ભાવે ખૂલ્યો હતો અને 28.00ના તળીયે જઈને 37.85ની ટોચે પહોંચીને 27 ટકા પર પાછો ફર્યો હતો. આર્થિક પાયમાલીના સ્તરે પહોંચી ગયેલી યસ બેંકમાં આ ઊછાળાનું કારણ આરબીઆઈ અને સરકાર વચ્ચેની વાટાઘાટો હોવાનું મનાતું હતું. સરકારે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓને આર્થિક તંગીનો સામનો કરતી યસ બેન્કને ટેક ઓવર કરવાં મંજૂરી આપી હોવાના અહેવાલોના પગલે યસ બેન્કના શૅરના ભાવમાં ઊછાળો આવ્યો હતો.

બીજી આઈએલએન્ડએફએસ બનતી અટકાવવા કવાયત

સરકારે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓને યસ બેન્કને ટેક ઓવર કરવાની મંજૂરી આપવાના નિર્ણયને બજાર નિષ્ણાતોએ વધાવી લીધું છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકાર બીજી આઈએલએન્ડએફએસ જેવી કટોકટી ટાળવા માગે છે અને ખાતેદારોના નાંણાં બચાવવા માગતી હોવાથી તેણે તકેદારીના ભાગરૂપે યસ બેન્ક પર નિયંત્રણો લાદી દીધા છે. સરકારનું આ પગલું પ્રશંસનીય છે. જોકે, તેમનું માનવું છે કે એસબીઆઈને યસ બેન્ક સાથે જોડાણ કરવાનું કહેવામાં આવશે તો આ પગલું ઘાતક સાબિત થશે. હકીકતમાં સરકારે એસબીઆઈના નેતૃત્વમાં નાણાકીય સંસ્થાઓના કોન્સોર્ટિયમને યસ બેન્કમાં ભંડોળ ઠાલવવા કહેવું જોઈએ. સરકારનું આ પગલું નાણાકીય ક્ષેત્ર માટે સકારાત્મક છે.

જાહેર નાંણાંથી ખાનગી બેન્કને ઊગારવાની પહેલી ઘટના!

આરબીઆઈએ યસ બેન્કના બોર્ડને તાત્કાલિક અસરથી વિખેરી નાંખીને તેના પર નિયંત્રણો મૂકી દીધા છે. યસ બેન્કને ઉગારવા માટે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ આગળ આવશે તેવી એક યોજનાને સરકારે મંજૂરી આપ્યા પછી આરબીઆઈએ યસ બેન્ક સામે પગલાં ભર્યા છે. આ યોજનાનો અમલ થશે તો ભારતમાં અનેક વર્ષો પછી સૌપ્રથમ વખત જાહેર નાંણાંની મદદથી એક ખાનગી બેન્કને ઉગારવામાં આવશે તેવું જોવા મળશે. વર્ષ 2004માં ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સનું ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક સાથે જોડાણ કરાયું હતું જ્યારે 2006માં આઈડીબીઆઈ બેન્કે યુનાઈટેડ વેસ્ટર્ન બેંક હસ્તગત કરી હતી.

Tags: #America COVID19000થી

RelatedPosts

પેપર લીક: ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ATSએ 15 શકમંદોની અટકાયત કરી છે
ગુજરાત

પેપર લીક: ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ATSએ 15 શકમંદોની અટકાયત કરી છે

30/01/2023
પેપર લીકઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક, આજની પરીક્ષા મોકૂફ
ગુજરાત

પેપર લીકઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક, આજની પરીક્ષા મોકૂફ

29/01/2023
GUJCET 2023: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 અરજીની છેલ્લી તારીખ લંબાવી, જાણો વિગતો
ગુજરાત

GUJCET 2023: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 અરજીની છેલ્લી તારીખ લંબાવી, જાણો વિગતો

29/01/2023
હવામાન સમાચાર: અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો અંદાજ છે
ગુજરાત

હવામાન સમાચાર: અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો અંદાજ છે

29/01/2023
પેપર લીકઃ ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમ પરીક્ષા ફેલ, અત્યાર સુધીમાં કેટલા પેપર લીક થયા
ગુજરાત

પેપર લીકઃ ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમ પરીક્ષા ફેલ, અત્યાર સુધીમાં કેટલા પેપર લીક થયા

29/01/2023
પેપર લીક: મુલતવી રાખવામાં આવેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આ જિલ્લામાંથી ફૂટ્યું
ગુજરાત

પેપર લીક: મુલતવી રાખવામાં આવેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર આ જિલ્લામાંથી ફૂટ્યું

29/01/2023

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • G20: આજથી પુડુચેરીમાં ‘સાયન્સ-20’ની બે દિવસીય બેઠક
  • બિગ બોસ 16: શિવ ઠાકરેના ચાહકો રસ્તા પર આવ્યા, ઢોલના તાલે આ રીતે સમર્થન
  • પઠાણ બોક્સ ઓફિસ કલેક્શન ડે 5: ‘પઠાણે’ બનાવ્યો એવો રેકોર્ડ જે ક્યારેય જોયો કે સાંભળ્યો ન હોય

Category

Recent News

G20: આજથી પુડુચેરીમાં ‘સાયન્સ-20’ની બે દિવસીય બેઠક

G20: આજથી પુડુચેરીમાં ‘સાયન્સ-20’ની બે દિવસીય બેઠક

30/01/2023
બિગ બોસ 16: શિવ ઠાકરેના ચાહકો રસ્તા પર આવ્યા, ઢોલના તાલે આ રીતે સમર્થન

બિગ બોસ 16: શિવ ઠાકરેના ચાહકો રસ્તા પર આવ્યા, ઢોલના તાલે આ રીતે સમર્થન

30/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In