અમેરિકામાં ભારતીય મૂળના એક સરકારી કર્મચારીની ‘મૂનલાઇટિંગ’ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ માટે તેને 15 વર્ષની જેલ થઈ હતી. મળતી માહિતી મુજબ, વધુ પૈસા કમાવવા માટે 39 વર્ષીય મેહુલ ગોસ્વામીએ સરકારી નોકરીની સાથે ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જે સમયે તેને સરકારી કામ કરવાનું હતું તે સમયે તે પોતાનું ખાનગી કામ પણ જોતો હતો. આવી સ્થિતિમાં તેણે ફરિયાદ કરી અને ન્યૂયોર્ક સ્ટેટના ઇન્સ્પેક્ટર જનરલે તપાસ શરૂ કરી. તેના પર કરદાતાઓના 50 હજાર ડોલરના નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ હતો.
ગોસ્વામી ન્યૂયોર્ક સ્ટેટ ઓફિસમાં કામ કરતા હતા. તેને રોજ ઓફિસ જવું પડતું ન હતું. તેણે ગ્લોબલ ફાઉન્ડ્રીઝ સેમિકન્ડક્ટર કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કરવાનું શરૂ કર્યું. ગોસ્વામી પર વિશ્વાસ ભંગ અને સરકાર સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ હતો. તે ફુલ ટાઈમ જોબમાં હતો અને તેથી બીજું કંઈ કરી શકતો ન હતો.
માહિતી અનુસાર, તે મૂનલાઇટિંગ દ્વારા લગભગ 40 લાખ રૂપિયાની કમાણી કરતો હતો. હવે તેની સામે પેન્ડિંગ કેસમાં 15 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. ગોસ્વામીને માલ્ટા ટાઉન કોર્ટમાં જજ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. તેની સામેનો કેસ બંધ થયો ન હોવા છતાં તેને જામીન વગર મુક્ત કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, તેમણે સરકાર માટે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરતી વખતે 2024માં $1,17,891ની કમાણી કરી હતી. ગોસ્વામી ઘરેથી કામ કરતા હતા. આવી સ્થિતિમાં ઓફિસમાં આવ્યા વગર નોકરી કરવાને લઈને ચર્ચા જાગી છે.

