કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની આગેવાની હેઠળ “સન્ડે ઓન સાયકલ” રેલી યોજાઈ
ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા આયોજિત રેલીમાં ભારત સરકારના વિવિધ જાહેર ક્ષેત્રોના ઉપક્રમો જોડાયા (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અને સન્ડે ઓન સાયકલ’ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો. જેને કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને પેરા પાવરલિફ્ટિંગમાં અર્જુન એવોર્ડ વિજેતા શ્રી રાજીન્દર રહેલુ દ્વારા હરી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય...