ભારતના ઘણા પ્રખ્યાત રોકાણકારોએ નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં તેમના પોર્ટફોલિયોમાં મોટા ફેરફારો કર્યા છે. ટ્રેન્ડલાઇનના તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, આશિષ કચોલિયા, ડોલી ખન્ના, મુકુલ અગ્રવાલ અને વિજય કેડિયા જેવા દિગ્ગજ વ્યક્તિઓએ ઓછામાં ઓછી 10 લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે.
સ્મોલ અને મિડકેપ શેરોમાં તેમના ઉચ્ચ વિશ્વાસના રોકાણ માટે જાણીતા આશિષ કચોલિયાએ પણ તેમના કેટલાક હિસ્સામાં ઘટાડો કર્યો હતો. ધાબરિયા પોલીવુડ લિમિટેડમાં તેમનો હિસ્સો 6.7% થી ઘટીને 5.8% થયો, જ્યારે બ્રાન્ડ કોન્સેપ્ટ લિમિટેડમાં તેમનું રોકાણ 1.6% થી ઘટીને 1.5% થઈ ગયું.
મુકુલ અગ્રવાલે પણ ઓછામાં ઓછી ત્રણ કંપનીઓમાં હિસ્સો ઘટાડ્યો હતો. તેમણે Vasa Denticity Ltd માં તેમનું રોકાણ 2.5% થી ઘટાડીને 2.0%, Stanley Lifestyles Ltd માં 1.6% થી 1.2% અને Kingfa Science & Technology માં 2.5% થી 2.2% કર્યું.
વિજય કેડિયાએ એફોર્ડેબલ રોબોટિક એન્ડ ઓટોમેશન લિમિટેડમાં તેમનો હિસ્સો 9.9% થી ઘટાડીને 7.4% અને OM ઈન્ફ્રા લિમિટેડમાં 2.5% થી ઘટાડીને 2.0% કર્યો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ ફેરફારો દર્શાવે છે કે મોટા રોકાણકારો હાલમાં પ્રોફિટ બુકિંગ અને તેમના પોર્ટફોલિયોને રિબેલેન્સ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. આવા પગલાંની અસર આગામી મહિનાઓમાં મિડ અને સ્મોલ કેપ શેરોની કામગીરી પર દેખાઈ શકે છે.

