શિયાળામાં જો તમે દરરોજ લંચ અને ડિનરમાં એક જ શાક ખાઈને કંટાળી ગયા હોવ તો તેને થોડું ટ્વિસ્ટ કરીને બનાવી લો. કોબીજ મસાલા ભર્તા એવી જ એક રેસિપી છે, જાણો તેને કેવી રીતે બનાવવી.
કેટલા લોકો માટે: 4
કોબીજ મસાલા ભરતા બનાવવા માટેની સામગ્રી:
કોબીજ- 1 કિલો, વટાણા- 1/2 કપ, ટામેટાં- 2, ડુંગળી- 1, લસણ- 7 (છીણેલું), આદુ- 2 ઇંચ (છીણેલું), લીલા મરચા- 4, લીંબુનો રસ- 1 ચમચી, હળદર- 1 ચમચી, લાલ મરચું- 1 ચમચી, મસ્ટર્ડ- 1 ચમચી ટીસ્પૂન, જીરું- 1 ટીસ્પૂન, વરિયાળી- 1 ટીસ્પૂન, ગરમ મસાલો- 1 ચમચી, તેલ- 1 કપ, મીઠું- સ્વાદ મુજબ, લીલા ધાણા- ગાર્નિશિંગ માટે
કોબીજ મસાલા ભરતા બનાવવાની રીત:
કોબીજ, ટામેટા અને ડુંગળીને બારીક સમારી લો. પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને એક મિનિટ સાંતળો. પછી તેમાં વાટેલું આદુ, લસણ, ટામેટા અને બધા મસાલા નાખીને દસ મિનિટ પકાવો. હવે તેમાં કોબીજ અને વટાણા ઉમેરી મધ્યમ તાપ પર નરમ થાય ત્યાં સુધી રાંધો.
જ્યારે કોબી પાકી જાય ત્યારે તેને મેશરની મદદથી મેશ કરી લો. હવે તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખીને મિક્સ કરી 5 મિનિટ સુધી પકાવો. પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપર માખણના ટુકડા નાખીને રોટલી, પરાઠા કે નાન સાથે ગરમા-ગરમ સર્વ કરો.
