જો તમે મેગી ખાવાના શોખીન છો, પરંતુ વારંવાર એ જ રીતે કંટાળાજનક રીતે મેગી ખાવાથી કંટાળી ગયા છો, તો આ વખતે તમે ઘરે જ ચીઝી મેગી સેન્ડવિચ બનાવી શકો છો. તે બનાવવામાં સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીતઃ-
ચીઝી મેગી સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રીઃ-
તેલ – 2 ચમચી
જીરું – 1 ચમચી
ડુંગળી – 60 ગ્રામ
હળદર – 1/4 ચમચી
કાળા મરી પાવડર – 1/4 ચમચી
કેપ્સીકમ – 60 ગ્રામ
ગાજર – 60 ગ્રામ
પાણી – 350 મિલી
મેગી મસાલો – 2 ચમચી
મેગી – 120 ગ્રામ
મીઠું – 1/2 ચમચી
બ્રેડ સ્લાઈસ – જરૂર મુજબ
કેચઅપ – સ્વાદ મુજબ
છીણેલું ચીઝ – સ્વાદ મુજબ
તેલ – લગાવવા માટે
ચીઝી મેગી સેન્ડવીચ બનાવવાની રીતઃ-
* એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીને ગરમ કરો. તેમાં 1 ટેબલસ્પૂન જીરું ઉમેરો અને બરાબર મિક્ષ કરો.
* આ પછી તેમાં 60 ગ્રામ ડુંગળી નાખીને સાંતળો. બાદમાં તેમાં 1/4 ટેબલસ્પૂન હળદર, 1/4 ચમચી કાળા મરીનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
* પછી તેમાં 60 ગ્રામ કેપ્સીકમ, 60 ગ્રામ ગાજર નાખીને મિક્સ કરો. તેને 3 થી 5 મિનિટ સુધી પકાવો.
* આ મિશ્રણમાં 350 મિલી પાણી, 2 ચમચી મેગી મસાલો નાખ્યા પછી, 120 ગ્રામ મેગી નૂડલ્સ ઉમેરો અને બધું પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી ઉકાળો.
* તેમાં 1/2 ચમચી મીઠું મિક્સ કરીને બાજુ પર રાખો.
* એક બ્રેડ સ્લાઈસ લો અને તેના પર થોડો કેચઅપ લગાવો. તેના પર થોડી મેગી રેડો અને તેને સારી રીતે ફેલાવો.
* બાદમાં તેના પર છીણેલું ચીઝ નાખો અને ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મૂકો.
* આ પછી સેન્ડવીચને ગ્રીલરમાં મૂકો અને બ્રશની મદદથી તેલ લગાવો.
* પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તેને ગ્રીલરમાંથી બહાર કાઢો અને તેને અડધા ભાગમાં કાપી લો.
*તમારી મેગી સેન્ડવીચ તૈયાર છે. તેને સર્વ કરો.
