મહિલા ODI વર્લ્ડ કપ 2025ની પ્રથમ સેમિફાઇનલ મેચ 29 ઓક્ટોબરે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ મેચ બીજા દિવસે એટલે કે 30 ઓક્ટોબરે યોજાશે. પ્રથમ સેમિફાઇનલ ગુવાહાટીના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલનો રોમાંચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જોવા મળશે.
હવે સવાલ એ છે કે સેમિફાઇનલ કેવી રીતે રમાશે? મતલબ કઇ ટીમ કોની સાથે સ્પર્ધા કરશે? પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે રમાશે. જ્યારે આ બંને ટીમો ગ્રૂપ સ્ટેજમાં ટકરાયા ત્યારે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 69 રનમાં ઓલઆઉટ કરીને સનસનાટીભર્યા પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટમાં આ બંને ટીમોની આ પ્રથમ મેચ હતી. હવે દક્ષિણ આફ્રિકા પાસે એ હારનો હિસાબ લેવાની તક હશે.
ભારત માટે સારી વાત એ છે કે તેને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સેમીફાઈનલ રમવાની છે, જ્યાં તે ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. ભારતે 2 મેચ રમી હતી, જેમાંથી એક જીતી હતી જ્યારે બીજી રદ કરવામાં આવી હતી. જો ભારત આ મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલ જીતે છે તો 2005 અને 2017 બાદ આ ત્રીજી વખત હશે જ્યારે ભારતીય ટીમ ફાઈનલ રમતી જોવા મળશે.

