Saturday, August 9, 2025
ગુજરાત

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

\"\"

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૭.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૧૯૦ સામે ૮૨૮૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૫૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૨૧ સામે ૨૫૩૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વમાં અસ્થિરતા તેમજ જીઓપોલિટીકલ ટેન્શનને પરિણામે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વિશ્વને ફરી ટેરિફ આતંકથી પરેશાન કરી મૂકનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત અનેક દેશોને અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલીને બ્રિક્સ દેશો પર વધુ ટેરિફની ચીમકી આપ્યા બાદ હવે બ્રાઝિલ પર ૫૦% ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને ભારત સાથે ટ્રેડ ડિલ મામલે મડાગાંઠ હાલ નહીં ઉકેલાતાં ભારતીય પ્રતિનિધિ મંડળ ફરી અમેરિકા મુલાકાતે જવાના અહેવાલ અને બ્રાઝિલની જેમ ભારત પર પણ ટ્રમ્પ આકરાં ટેરિફ લાદશે એવા નિર્દેશોએ આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

ભારતીય શેરબજારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારની નબળી સ્થિતિ, અમેરિકા અને યુરોપના બજારમાં આવેલ મંદી અને વધતી વ્યાજદરની અશંકાઓ ઉપરાંત, દેશના મોંઘાવારીના આંકડાઓ અને રૂપિયાની ઘટતી કિંમતની પણ બજાર પર નકારાત્મક જોવા મળી રહી છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વની જૂન માસની બેઠકની મિનિટસમાં અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો વર્ષના અંતિમ ભાગમાં જોવા મળશે તેવા સંકેત સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડિયન આયાત પર ૩૫% ટેરિફ લાદવાની જાહેરાત કરતા અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને અમેરિકામાં ક્રુડઓઈલની ઈન્વેન્ટરી વધીને આવતા ક્રુડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને હેલ્થકેર વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૫૩ અને વધનારની સંખ્યા ૧૫૫૧ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે હિન્દુસ્તાન યુનીલીવર ૪.૬૧%, એકસિસ બેન્ક ૦.૭૯%, સન ફાર્મા ૦.૫૬%, એનટીપીસી લિ. ૦.૩૭%, ઈટર્નલ લિ. ૦.૧૯%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૦૬% અને આઈટીસી લિ. ૦.૦૪% વધ્યા હતા, જ્યારે ટીસીએસ લિ. ૩.૪૬%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૭૫%, ભારતી એરટેલ ૨.૨૦%, ટાટા સ્ટીલ ૨.૦૦%, ટાઈટન કંપની લિ. ૧.૭૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૪૭%, બજાજ ફાઈનાન્સ ૧.૪૬% અને ટ્રેન્ટ લિ. ૧.૪૦% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૬૩ લાખ કરોડ ઘટીને ૪૫૬.૬૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોપરની આયાત પર ૫૦% ડયૂટી લાગુ કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતની ભારત પર કોઈ મોટી અસર નહીં પડવાનો મત વ્યકત કરવામાં આઆવી રહ્યો છે. અમેરિકા ખાતે ભારતની કોપરની નિકાસ બહુ ઓછી માત્રામાં થતી હોય છે. અમેરિકા ખાતે ભારતની કોપરની નિકાસ આંક ઘણો જ સામાન્ય રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં ૧૩૦૦૩ ટન અને ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ૩૫૫૪ ટનની અમેરિકા ખાતે નિકાસ થઈ હતી. કોપરનો ઉપયોગ મોટેભાગે વાયર, વીજ મોટર્સ, કેબલ્સ, વાસણ તથા પાવર ટ્રાન્સફોર્મર્સ બનાવવામાં થાય છે.

સ્થાનિક સ્થળે વીજ વાહનો તથા રિન્યુએબલ ઊર્જા પર સરકાર ખાસ ભાર આપી રહી હોવાને કારણે પણ કોપરની માંગ છેલ્લા કેટલાક વખતથી મજબૂત જોવા મળી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં ભારતે ૧૧ અબજ ડોલરના તાંબાની આયાત કરવી પડી હતી. અમેરિકા દ્વારા કોપર પર ૫૦% ડયૂટી લાગુ કરાતા અમેરિકાના સ્થાનિક વપરાશકારો માટે સ્થિતિ કઠીન બની રહેશે કારણ કે અમેરિકાની તેની આવશ્યકતાના ૫૦% તાંબુ આયાત કરે છે. અમેરિકાના વપરાશકારો મુખ્યત્વે ચીન, પેરુ તથા કેનેડા ખાતેથી તાંબાની આયાત કરે છે. ભારતના કોપર પ્રોડકટસની નિકાસમાં અમેરિકા ત્રીજુ મોટું મથક છે જ્યારે પ્રથમ બેમાં સાઉદી અરેબિયા તથા ચીનનો ક્રમ રહે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in