
(જી.એન.એસ) તા. 15
વડોદરા,
પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પેન્શન અદાલત 28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે. પેન્શન અદાલત પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા-390002ની ઓફિસ ખાતે યોજાશે. પોસ્ટમાસ્ટર જનરલ દરેક ફરિયાદ વ્યક્તિગત રીતે સાંભળશે.
ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો જ સ્વીકારવામાં આવશે.ફરિયાદ મોકલવાની છેલ્લી તારીખ 21 જુલાઈ, 2025 (સોમવાર) છે. ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો એકાઉન્ટ્સ ઓફિસર, પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા પ્રદેશ, પ્રતાપગંજ, વડોદરા-390002 અથવા anp.rovdr@indiapost.gov.in પર ઇમેઇલ દ્વારા મોકલવાની રહેશે.
ફરિયાદ ચોક્કસ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. સામાન્ય પ્રકૃતિ અને નીતિ વિષયક બાબતોની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે નહીં.