Saturday, August 9, 2025
ગુજરાત

સત્ય પ્રેમ અને કરુણા ના મંત્રને જીવનમાં ઉતારીએ: એલચી શ્રી મૃદુલકુમારદાઓસ દ્રિતીય દિવસ કથામાં પૂજ્ય મોરારીબાપુને એમ્બેસેડર શ્રી એ આવકાર્યાદાઓસ




\"\"

(તખુભાઈ સાંડસુર દ્વારા)

(તસવીર નિલેશ વાવડિયા)

\"\"

સ્વીઝર્લેન્ડના મુખ્ય એરપોર્ટ એવા જ્યુરીકથી 160 કિલોમીટર જેટલું દૂર રમણીય પ્રાકૃતિક સંપદાઓનો ખજાનો એવા શહેર દાઓસની રામકથામાં બીજા દિવસે ભારતના સીઝરર્લેન્ડના એમ્બેસેડર શ્રી મુદુલકુમારજીની વિશેષ ઉપસ્થિતિ રહી.
કથાના પ્રારંભે ભારતીય એલચી માનનીય શ્રી મૃદુલકુમારજીએ કહ્યું કે રામકથા એ આપણાં જીવનને બદલનારી ગાથા છે. યુગો યુગોથી તેમના પાત્રોનું સમર્પણ અને જીવન આજે પણ આપણા સૌ માટે પ્રેરિત કરનારું છે. સાંપ્રત યુગમાં આ ગાથાનુ શ્રવણ ખૂબ જરૂરી છે. પૂજ્ય મોરારિબાપુ એ અહીં સ્વીઝર્લેન્ડની ધરતી માટે પોતાનો સમય આપ્યો છે તે માટે ભારતીય સમુદાય વતી હું આભાર પ્રગટ કરું છું. જીવનમાં જો સત્ય, પ્રેમ અને કરુણાને પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરી લઈએ તો ધન્ય થઈએ.

\"\"

આજની કથામાં પૂજ્ય બાપુએ કહ્યું કે આપણાં જીવનમાં નવ વસ્તુઓ છૂટવી જોઈએ. જેમાં સૌથી પહેલાં આવે છે ધનાશ્રય.એટલે કે ધનની લોલુપતા એ છૂટવી જોઈએ. બીજું છે જડાશ્રય,જગતમાં રહીને પણ જડ વસ્તુઓ તરફનો આપણો લગાવ ઓછો થવો જોઈએ. ત્રીજી બાબત છે જીવાશ્રય, જીવ માટેની અનુગ્રહીતા ઓછી થવી જોઈએ એનો અર્થ એવી નથી કે પરિવારથી આપણે દૂર થઈ જઈએ પણ એક અંતર ઉભું થવું જોઈએ.ચોથું છે કર્માશ્રય,આપણું કર્મ પણ અમુક સમય પછી છૂટી જવું જઈએ. પાંચમું છે ધર્માશ્રય, છઠ્ઠું જ્ઞાનાશ્રય, એટલે ધર્માશ્રય ધર્મ પણ ક્યાંક અલગ રીતે તેના સ્વરૂપોમાં બદલાવ લાવીને ઓછો થવો જોઈએ.સાતમુ સ્વબલાશ્રય રહી આપણા પોતાનું બળ ઓછું થવું જોઈએ. આઠમું છે દેવાશ્રય અને છેલ્લું છે અનન્યાશ્રય એટલે કે અન્યનો આશરો પણ ઓછો થવો જોઈએ. સાધુ, ભક્તિ અને ભગવાનનો અપરાધ ન કરવો જોઈએ. નામ વંદના તુલસીજીએ કર્મને ક્રમ તરીકે મૂક્યું છે.
આ રામકથાનું ગાન દાઓસના કોંગ્રેસ સેન્ટર ખાતે થઈ રહ્યું છે કે જ્યાં વર્ડ ઇકોનોમિક ફોરમની બેઠક પણ યોજાતી હોય છે.સને 2019મા સ્વીત્ઝરલેન્ડ અને ભારત વચ્ચે આર્થિક કરારો નરેન્દ્ર મોદીએ આ જ હોલમાં કર્યા હતાં.