Saturday, August 9, 2025
ગુજરાત

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને પૂર્વ ધારાસભ્યના પત્નિ હિરલ જાડેજા સામે વધુ એક પોલીસ કેસ




\"\"

(જી.એન.એસ) તા. 21

પોરબંદરના હિરલબેન જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવવામાં આવવા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરમાં ઊંચા વ્યાજથી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે અને તે અનુસંધાને હિરલબેન જાડેજા સામે ગુન્હો દાખલ થયો છે.

પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હરીશ પોસતરીયા એ ભૂરા મુંજા પાસેથી વર્ષ 2012 માં 75 લાખ લીધા હતા ભૂરા મુંજા નું 2016 ભૂરા મુંજાના મૃત્યુ બાદ હિરલબા જાડેજાએ પઠાણી ઉઘરાણી શરુ કરી ફરિયાદીની 16 કરોડની ફેક્ટરી 50 % કિંમતમાં વેચી અને ત્રણ મોટી મિલકત જેમાં બંગલા અને મકાન પણ વેચી વ્યાજ ચૂકવ્યા તેમ છતા પૂરું નહીં પાડતા ફરિયાદી રહીશે તેમની 18 ફિશિંગ બોટ માંથી 13 ફિશિંગ બોટો વેચી વ્યાજ ચૂકવેલ. આજે આખો પરિવાર થરથર ધ્રૂજે છે. હાલ તમામ ભાડાના મકાનોમાં રહે છે. ફરિયાદીનો ભાણેજ ધંધાકીય વ્યવહાર ચલાવે છે. પરંતુ હીરલબાની દાદાગીરી સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર થતુ નથી. છતાં હિંમત કરી ગઈકાલે સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ધમકી આપતા હોવાનો ઓડિયો પુરાવા રૂપે આપ્યા છે. જો કે હિરલ બા આજે પણ જૂનાગઢ જેલમાં છે. હીરલ જાડેજા સામે હથિયાર ધારા, અપહરણ, સાયબર ફ્રોડ સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે.

ફરિયાદી હરીશભાઈ 18 બોટના માલિક હતા, પોરબંદરમાં 18 જેટલી બોટ રાખીને માચ્છીમારીનો વ્યવસાય કરતા હતા અને વર્ષ 2001માં વાડીપ્લોટ શેરી નં 2માં અનમોલ નામના બંગલાનું બાંધકામ કર્યું હતું અને ત્યાં રહેવા જતા રહ્યા હતા અને ત્યાં સંયુક્ત પરિવારમાં રહેવા જતા રહ્યા હતા અને વર્ષ 2010માં જાવર ખાતે અનમોલ ઈમ્પેક્ષ નામની મચ્છીની ફેકટરી 6 પાર્ટનર વચ્ચે બનાવી હતી અને વર્ષ 2012માં બેંક લોન ન થતા તાત્કારિક ધોરણે 75 લાખ રૂપિયા જેવી રકમની જરૂરિયાત ઉભી થતા ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના મોટાભાઈ દિનેશભાઈ પોસ્તરીયાના જાણીતા પરબતભાઈ મેર સાથે ચર્ચા કરી તેણે એવું જણાવ્યું હતુ કે સૂરજ પેલેસ ખાતે રહેતા ભૂરા મુંજા કડછા વ્યાજે રૂપિયા આપે છે, તેની પાસેથી અપાવી દઈશ પણ સિક્યુરિટી પેટે મકાનના સાટાખત કરી આપવા પડશે. ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના ભાણેજ સુનિલ ખોરાવાને હિરલબેન દ્વારા બેફામ ગાળો બોલી હતી અને હિરલબેને પઠાણી ઉઘરાણી કરતા હોય તેવી ઓડિયો કલીપ પણ વાયરલ થઈ છે.