Tuesday, August 12, 2025
ગુજરાત

‘બરડા વન્યજીવ અભયારણ્ય’: એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ

‘બરડા વન્યજીવ અભયારણ્ય’: એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ
Øવર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ
Øબરડો અભયારણ્ય ૨૬૦થી વધુ પ્રાણીઓજળચર પક્ષીઓનું નિવાસ્થાન
‘બરડા વન્યજીવ અભયારણ્ય’,જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે,આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા,ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે.
‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે,ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે. ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં,પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.
દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭,વર્ષ ૨૦૦૫માં ૩૫૯,વર્ષ ૨૦૧૦માં ૪૧૧,વર્ષ ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વર્ષ ૨૦૨૫માં વધીને ૮૯૧ થઈ છે.
બરડો અભયારણ્ય લગભગ ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં પથરાયેલા ડુંગરો,ઋતુગત નદીઓ,ઉચ્ચપ્રદેશ,પાનખર જંગલો,વાંસના ઝાડ તથા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સામેલ છે. કિલગંગા અને ઘોડાદરા જેવી નદીઓ તેમજ આભાપરા અને વેણુ ટેકરીઓ બરડાની ભૌગોલિક ઓળખ બનાવે છે.
પર્યાવરણીય મહત્વ :
અહી ૬૫૦થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધાયેલી છે,જેમાં ઔષધીય છોડ,શાકાહારી ઘાસ અને ઇમારતી વૃક્ષોનો સમાવેશ થાય છે . આ ઉપરાંત,અહીંની જીવસૃષ્ટિમાં ચિતલ,સાંભર,નિલગાય,જંગલી ભૂંડ,શાહુડી,ઝરખ અને દિપડા નિયમિત પણે જોવા મળે છે. સાથે ગીઘ,ગરુડ અને સ્થળાંતર કરનાર જળચર પક્ષીઓ સહિત ૨૬૦ થી વધુ પ્રજાતિઓ પણ અહી જોવા મળેલ છે જે શાકાહારી તથા માંસાહારી પ્રાણીઓ એમ બંને માટે ઉપયોગી નિવાસ સ્થાન બનાવે છે.
સિંહની પુનઃસ્થાપના – કુદરતી વસવાટ અને વ્યવસ્થિત પુનઃપ્રસ્તાવના :