
ભાવનગર પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું, કોઈ કામ કોઈની બદલી કે પ્રજાહિતનું કોઈ કામ મને પૂછ્યા વગર કરવાનું નહીં,
ભારતીય જનતા પક્ષમા પ્રવર્તતા આંતરકલહના કિસ્સાઓ નિયમિત રીતે બહાર આવતા રહે છે.આવો જ એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.બન્યુ છે એવું કે ભાવનગર શહેરના મેયર ભરત બારડે શહેર ભા.જ.પ.ના પ્રમુખ કુમાર શાહની દાદાગીરી અને જો હુકમીથી કંટાળીને જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપી છે.
ભાવનગ શહેરના સ્થાનિક અખબાર ‘ગુજરાત છાયા’ સાથે મેયર ભરત બારડે કરેલી વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે પ્રમુખ કુમાર શાહ એવું કહે છે કે બધું જ મને પૂછીને કરવાનું, કોઈ કામ કોઈની બદલી કે પ્રજાહિતનું કોઈ કામ મને પૂછ્યા વગર કરવાનું નહીં,
મેયરે કહ્યું એક ગરીબ લારી વાળાને અધિકારી હેરાન કરતા હતા હું અધિકારીને રૂબરૂ મળીને વિનંતી કરવા ગયો કે ગરીબ માણસને હેરાન ન કરો છતાં પણ અધિકારી તે લારીવાળાને હેરાન કરતા જ રહ્યા એટલે મેં તેની બદલી કરી હતી

આ જ અધિકારી હિમાલયા મોલની સામે ગરીબ માણસો તહેવારોના પ્રસંગે લારીઓ ઊભી રાખી ધંધો કરે છે તેમને કારણ વગરના હેરાન કરતા હોવાની ફરીયાદો પણ હતી તેથી આ મામલે મેં મારી લાગણી વ્યક્ત કરી અને ગરીબોને હેરાન ન કરવા કહ્યું હતું .
પરંતુ શહેર પ્રમુખ કુમાર શાહ ભરપૂર જોહુકમી ચલાવે છે અને બધું જ મને પૂછીને કરવાનું, કોર્પોરેશન પણ મને પૂછીને ચલાવવાનું તેવી તેમની નીતિ અને દાદાગીરીથી કંટાળી હું મજબૂર થઈને આત્મવીલોપન કરવાનું વિચારું છું.તેમ મેયર ભરત બારડે એક વાતચીત દરમિયાન ખુલ્લેઆમ જણાવ્યું હતું.
શું ભારતના ભાવિ વડાપ્રધાન અમિત શાહ હશે?
ભારતનાં ગૃહ મંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી રહેવાનો રેકોર્ડ અમિત શાહે પ્રસ્થાપિત કર્યો ત્યારે શાહને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘હજુ ઘણું આગળ જવાનું છે.’

સરદાર ભવન સચિવાલયમાં આ વાક્યનુ (સાચું કે ખોટું) એવું અર્થઘટન કરવામાં આવે છે નરેન્દ્ર મોદી પોતાના વારસ તરીકે વડાપ્રધાનનાં પદ પર અમિત શાહને જોવા ઈચ્છે છે.આ માન્યતા પાછળનું કારણ એ છે કે આગામી સપ્ટેમ્બર-૨૦૨૫મા નરેન્દ્ર મોદી ૭૫ વર્ષ પુરા કરશે ત્યારે તેઓ સ્વેચ્છાએ વડાપ્રધાનપદ છોડી દેશે અને પોતાના ઉતરાધિકારી તરીકે અમિત શાહ વડાપ્રધાનનું પદ સોંપશે.
એવી પણ હવા છે કે જુલાઈ-૨૦૨૭માં વર્તમાન રાષ્ટ્રપતિ મુર્મુની મુદત પૂરી કરશે ત્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનશે અને રાષ્ટ્રપતિ બનશે.એવુ બનશે તો ભારતનાં ઈતિહાસમાં પ્રથમ વખત એવું થશે કે રાષ્ટ્રપતિ ગુજરાતનાં હશે અને વડાપ્રધાનપદે પણ એક ગુજરાતી બેઠા હશે.આવુ થશે તો વધુ એક દશકો દિલ્હીમાં ગુજરાતનો દબદબો રહેશે.