Saturday, August 9, 2025
ગુજરાત

135 કરોડના ખર્ચે ભાવનગરના રાણાવાવ ખાતે વંદેભારતના કોચ બનાવવા ડેપોને મંજૂરી

135 કરોડના ખર્ચે ભાવનગરના રાણાવાવ ખાતે વંદેભારતના કોચ બનાવવા ડેપોને મંજૂરી
ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના પ્રયાસ હેઠળ ભાવનગર મંડળના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે₹135.58કરોડની અંદાજીત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપોની મંજૂરીઆપવામાં આવશે
પશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે₹135.5834કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપવામાં આવશે.
આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂં પાડી શકે છે,જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાઓના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે.
મુખ્ય ઉદ્દેશો અને લાભો:
·યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી રેલ ટ્રાફિક અને કોચિંગ સ્ટોકના જાળવણીની જરૂરિયાતો પૂર્ણ કરવી.
·પોરબંદરથી રાણાવાવ જાળવણી કાર્ય સ્થાનાંતરિત કરીને ભાર ઘટાડવો અને કાર્યક્ષમતા વધારવી.
·એલએચબી અને વંદે ભારત જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે આધુનિક અને એકીકૃત જાળવણી સુવિધાનું નિર્માણ.
·રાણાવાવ ખાતે પૂરતું જગ્યા ઉપલબ્ધ હોવાથી વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ શક્ય.
પ્રસ્તાવિત કામનો વ્યાપ:
·650મીટરની02પિટ લાઇનો,જેમાં છતયુક્ત શેડ હશે.
·650મીટરની વોશિંગ લાઇન.