
આણંદ, સોજિત્રા તાલુકાના કાસોર ગામની સીમમાં ખેતરમાં ડાંગર રોપવાની તકરારમાં બે વર્ષ પહેલાં ચાર શખ્સોએ ભેગા થઈને એક વ્યક્તિ ઉપર હુમલો કરી માર માર્યાે હતો જેમાં તેમની હત્યા થઈ ગઈ હતી.
આ અંગેનો કેસ પેટલાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે ચારેય વ્યક્તિઓને આજીવન કેદ અને દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યાે છે.સોજિત્રાના કાસોર ગામે ૧૭ જુલાઈ ૨૦૨૩ના રોજ રમણભાઈ પરમાર પોતાના ભાગની સુરેશભાઈની જમીન ખેડી રહ્યા હતા. તે વખતે પ્રવીણ પરમાર ઉપરાંત કૌશિક પરમાર, અજય પરમાર અને ચંદુ પરમાર હાથમાં લાકડીઓ લઈને ત્યાં બેફામ માર માર્યાે હતો.
૧૦ દિવસની સારવાર બાદ રમણભાઈનું અવસાન થયું હતું. પોલીસે આ બનાવ સંદર્ભે હત્યાની કલમનો ઉમેરો કર્યાે હતો.સોજિત્રા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ ચારેયની ધરપકડ કરી તપાસ પૂર્ણ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.આ કેસ પેટલાદના ત્રીજા એડિશનલ સેશન્સ જજ ઝંખના વી ત્રિવેદીની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.
જ્યાં સરકારી વકીલ એ.એસ. જાડેજા હાજર રહ્યા હતા તેમણે વિધ્વતાપૂર્ણ દલીલો કરી હતી. જેમાં તેમણે ૧૨ સાહેદો તપાસ્યા હતા અને ૩૨ જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ અદાલતે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ચારે આરોપીઓને ગુનામાં કસૂરવાર ઠેરવ્યા હતા અને ચારેયને આજીવન કેદ અને રૂ.૫૦૦૦નો દંડ ફટકાર્યાે હતો.SS1MS