Saturday, August 9, 2025
ગુજરાત

બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યોએ જીવન ટુંકાવ્યું

\"\"

(જી.એન.એસ) તા. ૨૦

બગોદરા,

અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે. ધોળકાના વતની અને બગોદરા ગામે ભાડે રહેતા હતા. તથા મૃતક રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. જેમાં પતિ-પત્ની, બે દીકરી અને એક દીકરાએ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે.

આ સામુહિક આપઘાતમાં 8 વર્ષના દીકરાએ પણ જીવન ટુંકાવ્યું છે. જો કે હજી આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પરિવાર રીક્ષા ચલાવીને ચલાવીને ગુજરાન ચલાવતો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો હોવાનો સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર પરિવાર બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. જેને પરિવારે જીવન ટુંકાવ્યું હતુ. આ સમગ્ર ઘટનામાં પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રાતના સમયે દવા પીને ઉંઘ્યા, અને પછી ક્યારેય ઉઠ્યા જ નહીં.  3 બાળકો પણ તેમાં સામેલ હતા. રીક્ષા ચલાવીને, ભાડાના મકાનમાં રહીને ગુજરાન ચલાવતો આ પરિવાર હતો. મૂળ ધોળકાના, પરંતુ બગોદરામાં રહેતા હતા. એક જ પરિવારના પાંચ સભ્યોના સામુહિક આપઘાતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.

– મૃતકના નામ

વિપુલ કાનજી ભાઇ વાઘેલા
સોનલબેન વિપુલભાઈ વાઘેલા
સિમરન બેન વિપુલ ભાઈ વાઘેલા
મયુરભાઈ વિપુલભાઈ વાઘેલા
પ્રીન્સી બેન વિપુલભાઈ વાઘેલા

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી, આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.  જો કે, આ પરિવારે ક્યા કારણોથી આપઘાત કર્યો, તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. પાંચેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.