Saturday, August 9, 2025
ગુજરાત

જૂન માસમાં ભારતની અમેરિકામાં નિકાસ ૨૩.૫% વધી, જ્યારે કુલ નિકાસમાં ઘટાડો…!!




\"\"

યુએસ વહીવટીતંત્રે ભારત પર લાદવામાં આવેલી ૨૬% ડયુટીને અસ્થાયી રૂપે બંધ કર્યા પછી ભારતના નિકાસકારો હાલમાં ૧૦%ની બેઝ ડયુટીને પાત્ર છે. ડેટા એ પણ દર્શાવે છે કે જૂનમાં વેપાર ખાધ ઘટીને ૧૮.૭૮ અબજ ડોલરની ૪ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે કારણ કે મહિનામાં આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે જૂનમાં વેપાર ખાધ ૨૦.૮૪ અબજ ડોલર હતી અને એક મહિના અગાઉ ૨૧.૮૮ અબજ ડોલર હતી. વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જૂનમાં અમેરિકામાં વેપારી માલની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૫% વધીને ૮.૩ અબજ ડોલર થઈ હતી. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ નિકાસમાં ઘટાડો થયો છે.

વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી અમેરિકામાં નિકાસ ૮ અબજ ડોલરને વટાવી ગઈ છે, જ્યારે ૨૦૨૪માં તે ૬થી ૭ અબજ ડોલરની વચ્ચે હતી. જૂનમાં ભારતની નિકાસ વાર્ષિક ધોરણે ૦.૦૬% ઘટીને ૩૫.૧૧ અબજ ડોલર થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ચાલુ ટેરિફ યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર દબાણ હતું. જૂનમાં નિકાસ માત્ર ૭ મહિનાની નીચી સપાટીએ જ નહીં, પરંતુ એક મહિના પહેલા કરતા ૯.૨% ઓછી હતી. જૂનમાં આયાત ૩.૭% ઘટીને ૫૩.૯૨ અબજ ડોલર થઈ ગઈ છે. આ પેટ્રોલિયમ ઉત્પાદનો, સોના, લોખંડ અને સ્ટીલની આયાતમાં ઘટાડો થવાને કારણે છે.