રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૭૨૬ સામે ૮૨૭૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૭૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૫૨ સામે ૨૫૨૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૪૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૦૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિકના પ્રારંભમાં મિશ્ર પરિણામો અને ટેરિફ સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ડોલરની મજબૂતી સામે રૂપિયામાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જેવી પરિસ્થિતિને કારણે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ ટેરિફ મામલે ઘણા દેશો સાથે શરતી ડિલ કરવાની ફરજ પાડી રહ્યા હોઈ વૈશ્વિક વેપાર ઠપ્પ થવાના સંકેત વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઊછાળો જોવા મળતાં ભારત માટે આયાત ખર્ચ વધવાની આશંકાએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
ચીન અને યુરોપના નબળા આર્થિક આંકડાઓ અને વૈશ્વિક અર્થતંત્રની ધીમી ગતિના સંકેતોને કારણે રોકાણકારોમાં ભયનો માહોલ અને વૈશ્વિક માંગ ઘટી શકે છે તેવા અનુમાનથી ભારતીય ઈટીએફ્સ અને આયાત-નિકાસ આધારિત કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટેરિફ મુદ્દે હજૂપણ પ્રવર્તતી આર્થિક અનિશ્ચિતતા સાથે અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ પર વ્યાજ દર ઘટાડવાના ટ્રમ્પના સતત દબાણને જોતા વ્યાજ દરમાં ઘટાડો આવવાની શકયતાએ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે યુરોપ, ચીન તથા ભારત જેવા ક્રુડ તેલના મુખ્ય વપરાશકાર દેશો સાથે અમેરિકાની ટેરિફ વોર વચ્ચે ક્રુડઓઈલના વપરાશમાં ઘટાડો થવાની ધારણાંએ ભાવમાં નરમાઈ ચાલુ રહી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર હેલ્થકેર, મેટલ અને ઓટો સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૧૦ અને વધનારની સંખ્યા ૧૬૪૫ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૩.૪૪%, ટાટા મોટર્સ ૧.૫૧%, સન ફાર્મા ૦.૫૬%, ટાટા સ્ટીલ ૦.૪૦%, ટાઈટન કંપની લિ. ૦.૩૪ અને પાવર ગ્રીડ કોર્પોરેશન વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ લિ. ૩.૯૨%, ટેક મહિન્દ્રા ૩.૧૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૫૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૧%, બજાજ ફિનસર્વ ૧.૪૦%, ઇન્ફોસિસ લિ. ૧.૩૨%, કોટક બેન્ક ૧.૩૦%, આઈટીસી લિ. ૧.૧૯% અને એનટીપીસી લિ. ૧.૧૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૨૬ લાખ કરોડ ઘટીને ૪૫૮.૦૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દર માટેના પોતાના અંદાજ ૬.૭૦% પરથી સાધારણ ઘટાડી ૬.૫૦% કર્યા છે. આમછતાં વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેશે તેવી પણ બેન્કે તેના જુલાઈના રિપોર્ટમાં ધારણાં મૂકી છે. અમેરિકા દ્વારા સૂચિત ટેરિફને કારણે નિકાસ અને ઈન્વેસ્ટમેન્ટસ પર અસર તથા નીતિવિષયક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ભારતના આર્થિક વિકાસ દરના અંદાજોમાં એડીબી સાથે ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા પણ ઘટાડા કરવામાં આવ્યા છે. ભારતમાં ગ્રામ્ય માંગમાં મજબૂત રીકવરીના ટેકા સાથે ઉપભોગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. સેવા તથા કૃષિ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસના મુખ્ય પરિબળો બની રહેશે.
સારા ચોમાસાને કારણે વર્તમાન વર્ષમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ સારી જણાઈ રહી છે. વર્તમાન નાણાં વર્ષના ફુગાવાની ધારણાંને પણ એડીબીએ ઘટાડી ૩.૮૦% કરી છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે પણ અમેરિકાના ટેરિફની અનિશ્ચિતતા અને નબળા ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના ભારતના જીડીપી અંદાજ ૬.૬૦% પરથી ઘટાડી ૬.૩૦% કર્યો છે. ભારત સામે હાલમાં પડકારભરી અને સાનુકૂળ બન્ને સ્થિતિ જોવા મળી રહી છે. પડકારોમાં મુખ્યત્વે અનિશ્ચિત વૈશ્વિક ચિત્ર અને અપેક્ષા કરતા નબળા ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં નીતિમાં સરળતા, ફુગાવામાં ઘટાડો તથા વર્તમાન વર્ષમાં સામાન્ય કરતા સારો વરસાદ ભારત માટે હાલમાં સાનુકૂળ છે.
તા.૨૫.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૪.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૪૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એસબીઆઈ લાઈફ ( ૧૮૨૬ ) :- લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૯૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૧૩ થી રૂ.૧૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૮૨ ) :- રૂ.૧૪૬૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૫૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૩ થી રૂ.૧૫૦૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૪૬ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસસેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૦૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૬૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૭૮ થી ૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સન ફાર્મા ( ૧૬૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૦૯ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૭૬ થી રૂ.૧૬૭૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૫૭ ) :- રૂ.૧૫૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૮૮ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૦૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૧૨ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસસેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૨૫ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૨ થી રૂ.૧૧૮૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૨૧૫ ) :- રૂ.૧૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૯૪ થી રૂ.૧૧૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in