
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૭.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૫૩ સામે ૮૨૨૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૨૨૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૭૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૬૭ સામે ૨૫૧૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને સતત અનિશ્ચિતતા સાથે ખોફમાં રાખીને ફરી અનેક દેશો પર આકરાં નવા ટેરિફ લાદવાની ચેતવણી ઉચ્ચારતાં અને બીજી તરફ ઘણા દેશો અમેરિકા પર વળતાં ઊંચા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યા હોઈ, જયારે સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામોમાં અનેક પડકારોને લઈ સાધારણથી નબળા પરિણામોની ધારણા છતા વૈશ્વિક બજારોમાં મજબૂત ટ્રેન્ડ સાથે રિટેલ મોંઘવારીમાં ઘટાડો તેમજ ચોમાસું સારૂ રહ્યાના પોઝિટીવ પરિબળોએ આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકો ખાતેથી થતી આયાત પર ૩૦% ટેરિફ લાગુ કરવાની આપેલી ચીમકી બાદ અમેરિકન ચલણ નબળું પડતા મંગળવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે રશિયા પર અમેરિકા દ્વારા નવેસરના પ્રતિબંધથી ક્રુડઓઈલનો પૂરવઠો ખોરવાઈ જવાના ભયે ક્રુડઓઈલમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૮ અને વધનારની સંખ્યા ૨૫૭૭ રહી હતી, ૧૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સન ફાર્મા ૨.૭૧%, બજાજ ફિનસર્વ ૧.૬૯%, ટાટા મોટર્સ ૧.૫૫%, ટ્રેન્ટ લિ. ૧.૪૮%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૨૮%, બજાજ ફાઈનાન્સ ૧.૦૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૯૨%, ઇન્ફોસિસ લિ. ૦.૯૧% અને ટીસીએસ લિ. ૦.૮૯% વધ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી ૩.૩૧%, ઈટર્નલ લિ. ૧.૫૭%, ટાટા સ્ટીલ ૦.૮૧%, કોટક બેન્ક ૦.૬૮%, એકસિસ બેન્ક ૦.૬૭%, એશિયન પેઈન્ટ ૦.૩૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૪% અને લાર્સેન લિ. ૦.૦૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૭૧ લાખ કરોડ વધીને ૪૬૦.૩૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ટેરિફ થકી વિશ્વને ફરી ટ્રેડ વોરમાં ધકેલનારા ટ્રમ્પ વિશ્વ વેપારને ડામાડોળ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાની પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારોની સેન્ટીમેન્ટ પણ ફરી ડહોળાયું છે. અમેરિકી ડોલરના પ્રભુત્વને ઘટાડવા બ્રિક્સ દેશોનું સંગઠન મજબૂત બનતું જોઈને ટ્રમ્પે બ્રિક્સની નીતિને અનુસરનારા દેશોને વધુ ૧૦% ટેરિફ માટે તૈયાર રહેવાની ચીમકી આપી છે. ત્યાર બાદ આ બ્રિક્સ દેશોની મીટિંગની આ વખતના યજમાન દેશ બ્રાઝિલ પર ૫૦% ટેરિફ બાદ ચાઈના પ્લસ-૧ની ડ્રેગનની નીતિને ધરાશાયી કરવા વિયેતનામ પર આકરાં ટેરિફ અને છેલ્લે મેક્સિકો અને યુરોપીય યુનિયનના દેશો પર આગામી મહિનાથી ૩૦% ટેરિફ લાદવાનું જાહેર કરીને ફરી ટેરિફના વોર શરુ થઇ છે.
ભારત સાથેની અમેરિકાની ટ્રેડ ડિલ કેટલાક મહત્વના મામલે ઘોંચમાં પડી જઈ ફરી વાટાઘાટના તબક્કામાં આવી પડેલી આ ડિલને લઈ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. બ્રાઝિલ પર ૫૦% ટેરિફ ઝિંકનારા ટ્રમ્પ ભારત સામે પણ આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરીને ભારતને સ્તબ્ધ કરી શકે છે. જેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજાર ડામાડોળ બની શકે છે. જેથી ટ્રમ્પના ટેરિફ મામલે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in