પોલીસ તરીકે ઓળખ આપી યુવતીના છ લાખના સોનાના દાગીના લૂંટી શખ્સ પલાયન
આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી યુવતીને પોલીસ તરીકે ઓળખ આપી અજાણી જગ્યાએ લઇ ગયા બાદ શખ્સે ૬ લાખના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. આ અંગે યુવતીએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.શહેરના સરદારનગર વિસ્તારમાં ૨૯ વર્ષિય મોના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) રહે છે. મોના મૂળ જોધપુરની છે અને અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવેલી છે. ૨ ઓગસ્ટના રોજ બપોરે...