Saturday, August 9, 2025
ગુજરાત

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરના અધ્યક્ષસ્થાને મહિલા જનસુનાવણી યોજાશે

\"\"

૦૩ જુલાઈના રોજ યોજાનારા જનસુનાવણી કાર્યક્રમમાં કોઇપણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષશ્રી સમક્ષ રૂબરૂમાં કરી શકશે

(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

 રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરના અધ્યક્ષસ્થાને તારીખ ૦૩ જુલાઈ ૨૦૨૫ના રોજ મહિલા જનસુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

બુધવારે સવારે ૧૦:૦૦થી ૨:૦૦ કલાક દરમિયાન સ્ટેટ ગેસ્ટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે જનસુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઇ પણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષશ્રી સમક્ષ રૂબરૂમાં કરી શકે તે મુજબની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વધુમાં વધુ મહિલાઓ ઉપસ્થિત રહે અને જનસુનાવણીનો લાભ લે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ તરફથી સૌને અપીલ કરવામાં આવી છે.