Ahmedabad plane crash compensation: અમદાવાદમાં 12મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, ‘જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત.’ માઇક એન્ડ્રુઝે પીડિત પરિવારની વેદના જણાવી મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, ‘રતન ટાટાએ ક્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, તો AI171 વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા પછી પીડિત...