Patel Kelavani Mandal: સાત વિભાગ પટેલ કેળવણી મંડળ દ્વારા અમદાવાદ ખાતે ૨૦૨૫ અને ૨૬ માટેના સમાજના વિદ્યાર્થીઓની તેમજ વિધવા બહેનોને આર્થિક રીતે સહાય કરવાના ભાગરૂપે સમાજ સાત વિભાગ કેળવણી મંડળ તરફથી ચેક વિતરણ કાર્યક્રમ નરોડા અમદાવાદ ખાતે ભાનુશાળી વાડી ખાતે યોજવામાં આવ્યો હતો સાત વિભાગ પટેલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી આર કે પટેલ તેમજ સમારંભના અધ્યક્ષ ભાવેશ પટેલ એડવોકેટ તેમજ તમામ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ભવ્ય રીતે સમાજના પ્રમુખ શ્રી આર.કે પટેલના નેતૃત્વ તેમજ તેમની ટીમ હેઠળ યોજવામાં આવ્યો હતો. આ તબક્કે વિદ્યાર્થીઓને કુલ ૨૩ લાખ ૨૫ હજાર અને વિધવા બહેનોને બે લાખ ૩૦ હજાર જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી હતી. કુલ ૨૫ લાખ જેટલી રકમ સાત વિભાગ કેળવણી મંડળ તરફથી ચૂકવવામાં આવી.
સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે સાત વિભાગ કેળવણી મંડળના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓ સર્વશ્રી હરકાંતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, નલીનભાઈ પટેલ સહિતના વિભાગના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને બિરદાવામાં આવ્યો હતો. આમ સાત વિભાગ પટેલ કેળવણી મંડળ તેની સ્થાપના થી આજ દિન સુધી સમાજલક્ષી સેવાના કામો કરવામાં ધન્યતાઅનુભવીછે.

