રાજકોટ, રાજકોટની સોનીબજારમાંથી ત્રણ વરસ પહેલા પકડાયેલા અલ-કાયદાના ત્રણ આતંકીને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
૨૬ જુલાઈના રોજ અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના વતનીઓ અમન સિરાજ મલિક (ઉં.૨૩), અબ્દુલ શકુરઅલી શેખ (ઉં.૨૦) અને સૈફ નવાઝ અબુ શાહીદ (ઉં.૨૩) રાજકોટની સોનીબજારમાં મજૂરીકામ કર છે અને સાથે મસ્જિદમાંથી દેશવિરોધી જેહાદી પ્રચાર કરે છે.
આ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ એ.ટી.એસ.ના ડી.એસ.પી.ને રાજકોટ ખાતે તપાસ કરવા મોકલાયા હતા અને ૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ અબ્દુલ શકુરઅલી શેખ અને અમન સિરાજ મલિકને રાજકોટ રેલવે સ્ટેશન, પાર્સલ ઓફિસ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા.આ સમયે અબ્દુલ શકુરઅલી શેખ પાસેથી મળેલી બેગમાં એક પિસ્તોલ અને કારતૂસ મળી હતી.
એ જ રીતે અમન સિરાજ મલિક પાસેથી મોબાઈલ ફોન તથા સિમકાર્ડ મળ્યાં હતાં. આ મોબાઈલ ફોનમા સરકારવિરોધી પ્રચારનાં લખાણો અને રાહે-એ-હિદાયત નામના ગ્›પની દેશવિરોધી પ્રવૃત્તિઓની વિગતો મળી હતી.
આ પછી આ પ્રવૃત્તિમાં ત્રણ શખસ જોડાયેલા હોવાની ચોક્કસ બાતમી હોવાથી ત્રીજા શખસ વિશે પૂછપરછ કરતાં આ ત્રીજો શખસ સૈફ નવાઝ એબુ શાહીદ સોનીબજારમાં કૃષ્ણકુંજ નામના બિલ્ડિંગમાં રહેતો હોવાનુ જણાવ્યું હતું. એ પછી ત્રીજા શખસના ઘરે રેડ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો.
જેની પાસેથી પણ દેશવિરોધી પ્રવૃત્તિનું સાહિત્ય મળ્યું હતું.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત સજા અપાવવા માટે સરકાર તરફે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીના માનસ પર જેહાદી પરિબળો દ્વારા દેશવિરોધી વિચારસરણી લાદી દેવામાં આવી છે.
આ કારણે આ ત્રણેય આરોપીને જો ઓછી સજા કરવામાં આવે તો જેલમાથી બહાર આવતાં જ તેમનો ત્રાસવાદી સંગઠનો દ્વારા વધુ ગંભીર ગુનાઓ માટે ઉપયોગ કરવામાં આવશે. આ ત્રણેય શખસ મૂળ બંગાળના રહેવાસી હોવા છતાં રાજકોટ આવી કાશ્મીર અંગેની પરિસ્થિતિ બાબતે સરકાર વિરોધી દુષ્પ્રચાર કરે છે, તેથી આ તેમને બીજી કોઈ તક ન મળે એ જોવું ખાસ જરૂરી છે.SS1MS

