પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સિલિન્ડર વિસ્ફોટને કારણે મોટો અકસ્માત થયો છે. મંગળવારે અચાનક ગેસ સિલિન્ડરમાં જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બની હતી, જ્યાં સેન્ટ્રલ એસીના રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. સામ ટીવીના અહેવાલ મુજબ ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આખી ઈમારત હચમચી ગઈ હતી અને જજ, વકીલો અને તમામ ક્લાયન્ટ ઘટનાસ્થળેથી ભાગતા જોવા મળ્યા હતા. આ બ્લાસ્ટને કારણે સુપ્રીમ કોર્ટમાં હાજર લોકોમાં આશંકા ફેલાઈ ગઈ કે આ કેવો બ્લાસ્ટ છે.

