Gujarat Ministers Resignation: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. આવતીકાલે, 17મી ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની બેઠક યોજાશે. મળતી માહિતી પ્રમાણે આજે ત્રણ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની બેઠક મળશે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ રાજીનામું આપી શકે છે.
આવતી કાલે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહ પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 16મી ઓક્ટોબરના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓ એક સાથે રાજીનામા આપી શકે છે.

