ટેસ્ટ ટ્વેન્ટી ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટના પાસાઓને ટી-20 સાથે જોડવાનો પ્રયાસ કરશે. આ વિશ્વનું પ્રથમ 80 ઓવરનું ફોર્મેટ હશે. જો કે, એકસાથે 40 ઓવર રમવાને બદલે બંને ટીમોને 20-20 ઓવરની બે ઇનિંગ્સ રમવાની તક મળશે. આ માટે દરેક ટીમ બે વખત બેટિંગ કરશે, જેમ કે ટેસ્ટ મેચમાં થાય છે. જેમાં ટેસ્ટ અને ટી20 ક્રિકેટ બંનેના નિયમો લાગુ થશે. આમાં ચારેય પરિણામો શક્ય જીત, હાર, ટાઈ અથવા ડ્રો છે.
ટેસ્ટ ટ્વેન્ટીની પ્રથમ સિઝન જાન્યુઆરી 2026માં શરૂ થશે. આમાં 6 ફ્રેન્ચાઇઝી ભાગ લેશે. જેમાંથી ત્રણ ભારતમાંથી અને ત્રણ દુબઈ, લંડન અને અમેરિકામાંથી પ્રતિનિધિત્વ કરશે. દરેક ટીમમાં 16 ખેલાડીઓ હશે. આ નવા ફોર્મેટનું સત્તાવાર રીતે 16 ઓક્ટોબરે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટેસ્ટ ટ્વેન્ટી એ વન વન સિક્સ નેટવર્કના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌરવ બહિરવાનીના મગજની ઉપજ છે. ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા આ ફોર્મેટની ઘણી પ્રશંસા કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે કહ્યું કે ટેસ્ટ ટ્વેન્ટી ક્રિકેટમાં ઉત્સાહ વધારશે. આ ઉપરાંત યુવા ખેલાડીઓને પણ આમાં ભરપૂર તકો મળશે.

